Gujarati Quote in Questions by Dp, pratik

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવશું તો મળશું.

કોરોનાતો એક તરફ રહી ગયો,અહીં દુકાળની પરિસ્થિતિ સર્જાય રહી છે. જે તે નિર્ણયો એકજ સેકેન્ડમાં લઇ રહેલી સરકાર કામ સારું કરે છે,પણ નિર્ણય કઈ તરફના લઇ રહી છે? ગઈ કાલે,"અ,મ્યુ,કમિશનર"સમી સાંજ 6 વાગ્યાના સુમારે નિર્ણય લીધો કે આજે રાત્રે બાર વાગ્યાથી લઈને 15મે સવારે 6 વાગ્યા સંપૂર્ણ અમદાવાદ બંધ રાખવામાં આવશે,આ જાહેરાત સાંભળીને આમ જનતા ભયના સકંજામાં આવી ને બધી ઘર વખરી ભેગી કરવા રાત્રીના 12 વાગ્યા સુધી આમ તેમ ભટકતી રહી અને જ્યાં જુવો ત્યાં ભીડ એકઠી થઇ.

લોકોના ટોળા સતત 6 કલાક સુધી અમદાવાદની તમામ શેરીની દુકાનુંમાં શાક માર્કેટમાં ભેગા થયા હતા તો શું એ લોકોને કોરોના સ્પર્શ નહીં થયો હોય?એક તરફ કોરોના જેવી મહામારીને રોકવા માટે પોતાના ઘરમાં રહોની જાહેરાત કરતી સરકાર એકદમ થી નિર્ણયો લઇ ને પબ્લિકને ચિંતામાં નાખી જ્યાં ત્યાં ભીડ ભેગી કરાવે છે.પછી કહે છે કે કોરોના સતત વધી રહ્યો છે. તમારા નિર્ણયો જ ખોટા છે,લોકોને ઘરમાં પુરી રાખવા માટે એમને સમજાવવા પડે સમય આપવો પડે એમનું મન રાજી રહે તેવી વસ્તુ એમને શરૂઆતી સમયમાં જોઈ એટલી લઇ લેવાની સલાહ આપીને કહેવું પડે કે તમને જે જોઈ તે લઇ લો પણ ઘરમાં રહો જેથી કોરોનાના કેસ વધે નહીં. આતો ઓચિંતા નિર્ણય લઈને લોકોને ભડકાવીને ભીડ ભેગી કરવા મજબુર કરે પછી કહે કેસ વધી રહ્યા છે.

જાહેરાત કરી એક અઠવાડિયું બંધ રાખ્યું એની ના નથી પણ વાત હવે એ છે કે,આ અઠવાડિયું ગરમ બંધ રહેનારા 25 થી 40% લોકોએ ખાવા પીવાની ચીજ વસ્તુનો સંગ્રહ કરી લીધો છે,બાકીના લોકોનું શું???જે લોકો શેરીમાં બજારમાં જઈને કોરોના કેસ ઘરમાં લઈને આવ્યા હશે એમનું શું???

શહેર વાઇસ પોઇન્ટ રાખ્યા તો એરિયા વાઇસ પોઇન્ટ રાખવા જોઈએ,જેથી લોકો ઢોર જેમ નીકળી ન પડે,પોતાના એરિયાની દુકાનો ખુલ્લી હશે વસ્તુ મળતી રહેશે તો લોકો બાહર નહીં જ નીકળે પણ તેના માટે શાંતિથી વિચારણા કરી ને નિર્ણય લેવા જરૂરી છે કારણ કે આ માણસ જાત છે,મહામાનવ કહો તો એજ છે અને ઢોર કહો તો પણ એજ છે કારણ કે માણસને કોઈ જગ્યાએથી બાંધી ન રખાય.

ભૂખે મરતા લોકોની સહાય સરકાર કરે તો કોઈ વાંધો નથી એકાદ નિર્ણય ના છૂટકે ઉતાવળમાં લેવો જોઈ એ આતો જે પણ નિર્ણય લે છે તરત જ લઇ લે છે,ચાણક્ય નીતિ બધે કામ ન આવે સમજો વિચારો અને પછી નિર્ણય લ્યો તમે માણસ માટે નિર્ણય લ્યો છો જાનવર માટે લ્યો તો એટલો ડર ના રહે માણસ માટે લ્યો તો આમ લોકોને જીવવું મુશ્કેલી માં મૂકી દે છે,બધી રીતે હોશિયાર ચતુર લોકો પોતાના જ સગાને લૂંટી ખાઈ છે તો આતો શહેર અને શેરીની વાત છે,એક દુકાનદાર હવે એ લોકોને જ આપે છે જે લોકો ઓળખીતા હોય બીજા લોકો ખાલી હાથ ઉદાસી લઈને ઘરે પાછા ફરે છે,દુકાનદારને સામગ્રી મળશે તો એ વહેંચાણ કરશે ને? એને જ કશું મળતું નથી તો એ કઈ રીતે ધંધો કરશે,જરા વિચારો સાવ આવું ન હોય સાહેબ.
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

Gujarati Questions by Dp, pratik : 111425292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now