#વરરાજો
એક દિવસ નો આ રાજા,
નીકળ્યો વાજતે ગાજતે લઈ બેન્ડ બાજા
એક દિવસ ની આ મજા
આખી જિંદગી ભોગવે સજા.
કેટલાય દિવસની રાહ જોયા પછી આજે એને મોકો મળ્યો,
માથે સાથો, હાથે તલવાર અને રૂપાણી ઘોડીએ ચડ્યો.
આગળ ઢોલ નગારા જોઈ લાગે દૃશ્ય અનેરું,
મનમાં વિચારે ગુલામી નું આ કાવતરું બનેરું.
એક દિવસ નો આ રાજા,
નીકળ્યો વાજતે ગાજતે લઈ બેન્ડ બાજા
એક દિવસ ની આ મજા
આખી જિંદગી ભોગવે સજા.