આ લોકડાઉન માં વિતેલા દિવસો ક્યારેય ભુલાય એમ નથી,
જેમાં એક બાજુ રોગચાળા નો કાળો કેર પથરાયેલો હતો,
તો બીજી બાજુ પરિવાર સાથે વિતાવેલી એ અદભુત પડો,
જે કયારેય વિસરાય એમ નથી,
જેમાં બહાર રોગચાળા નો ભય પોતાની માજા મૂકી રહ્યો હતો,
તો બીજી બાજુ ઘર માં લાગણી અો નો ધોધ વરસી રહ્યો હતો,
જે કયારેય વિસરાય એમ નથી,
ક્યારેક ઘર રેસ્ટોરન્ટ માં ફેરવાઈ જતું તો,
કયારેક ઘર રમત ગમત નું મેદાન બની જતું,
જે કયારેય વિસરાય એમ નથી,
કયારેક ઘર મીઠી યાદો નું કારખાનું બની જતું તો,
કયારેક ઘર કુરુક્ષેત્ર માં ફેરવાઈ જતું હતું,
જે કયારેય વિસરાય એમ નથી,
ઘણું શીખવાડ્યું આ લોકડાઉન એ આપણા ને,
જાત સાથે એક મુલાકાત કરવાનો મોકો મળ્યો,
જે કયારેય વિસરાય એમ નથી,
લોકો કહે છે કે આ રોગચાળા એ આપન ને વારસો પાછળ ધકેલી દીધા,
પણ હું તો કહું કે આ તો જીંદગી ની એક નવી શરઆત છે,
જે ક્યારેય વિસરાય એમ નથી.
#વીસરવું