સમજણ મૂકી જીદ ફરી કરવી છે
ડહાપણ ત્યજી કામ ફરી બગાડવા છે
પીઝા બર્ગર ભૂલી ખીચડી-ઘી ખાવા છે
સ્ટાઈલિશ કપડા છોડી ચડ્ડી-ટી શર્ટ પહેરવા છે
મોબાઈલ-લેપટોપ બંધ કરી સંતાકુકડી રમવું છે
ડીગ્રીઓ સંતાડી ને ક ખ ગ ઘ... લખવું છે
આજની દુનિયા વીસરાવી ને,
મારા નાનપણમાં જવું છે.
#વીસરવું