શ્વાસે શ્વાસે વાત તારી રૂધાઈ હતી..
વિસરાઈ ગઈ વાત આજે તાજી થઈ હતી..
રૂઝાઈ ગયેલા ઘાવ માં આજે પીડા થઈ હતી...
ફરી યાદો ની ટોળી ઉંબરે આવીને ઊભી રહી હતી...
મારા મનના ઓરડામાં થી આજે શાંતિ સિનવાઈ હતી...
યાદો ના વંટોળિયા ની રજ ફરી આંખ માં ખટકી ગઇ હતી.
આજે ફરી કેમ તારી યાદ તાજી થઈ હતી...
યાદો ના ઝરૂખે વાટ તારી ફરી જોઈ હતી...
ફરી આજે આંખો માં ઝરણું બની વહી ગઈ હતી..
તારી સાથે વિતાવેલી ક્ષણો ફરી તાજી થઈ હતી..
વિસરાઈ ગયેલી દરેક વાત આજે ફરી યાદ આવી ગઈ હતી..
હું તારામાં ફરી એકવાર ખોવાઈ ગઈ હતી..@
હું ખુદ ને કેમ આજે ફરી વિસરી ગઈ હતી...