Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિતે છે એક પછી એક આમ જ ઉજાગરે દરેક રાત,
કહેવી છે પણ ક્યાં કહેવાય છે ? દિલમાં છુપી વાત.. !!

ભૂખ, તરસ, ઊંઘ, સઘળું લૂંટી ગયા એ, એક સપનું આપીને,
થોડા છે સંભારણા, ને આખે આખી છે યાદોની જમાત..!!

એકવાર હાથ આપી, એ બેઠા છે જઈને ઘણા દૂર હવે તો,
ઊંઘમાં પણ ઝંખુ સાથ એનો, થાય પછી સપનાની મુલાકાત..!!

ઉભરાય હૈયે હરદમ અઢળક પ્રેમ મારો, બસ એના જ માટે,
લડે, ઝગડે, ગુસ્સો કરે એ, તોય આ દિલ પકડે એની જ વાટ..!!

પ્રીત કરવી કઈ સહેલી થોડી છે, આ કળિયુગમાં "શ્યામ" ?
પ્રિયજનને પામવા તો અહીં ભૂલવી પડે છે આખી જાત !!

- નીરવ પટેલ "શ્યામ"
૦૬/૦૫/૨૦૨૦, ૧૨:૫૪ AM

Gujarati Blog by Nirav Patel SHYAM : 111423799
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now