Gujarati Quote in Blog by Asmita Ranpura

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું ન હોય છતાં તારો ચહેરો મને દેખાવો એવું કેમ?
તારી ગેરહાજરી માં તારું હોવાપણુ હું અનુભવું એવું કેમ?
લાગણી માં ઘૂંટાયેલ મન માં હંમેશા તારો અહેસાસ કેમ?
તરડાયેલ દિલ માં ઉઠતી એ એક ટીસ માં સમાયેલ તું કેમ?
યાદો ના ઉપવન માં ઉઠતો એક ચહેરો હંમેશા તારો જ કેમ?
આંખ માં નીકળતા અશ્રુબિંદુ નું કારણ પણ તું કેમ?
મન માં ઉઠતા દરેક સવાલો ના જવાબ માં તું જ કેમ?
મારા જીવન ના દરેક રસ્તા તારા સુધી જ પહોંચતા કેમ?
પ્રેમ પરિભાષા ના અંતમાં આખરે તારું જ નામ કેમ?
હદ તો ત્યાં કે દર્પણ માં જોતા
મારા ચહેરા માં પણ
તારો ચેહરો દેખાવો
એવું કેમ?
#ચહેરો

Gujarati Blog by Asmita Ranpura : 111423184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now