જીવન છે તો આવું તો થયાજ કરવાનું.
પર્વત ની ટોચ પર પહોંચી ને પાછું ફરવાનું.
કોણ જાણે કાલે શું થવાનું?
આ અવનવા વાયરસ થી કોણ બચવાનું?
કેટ-કેટલીય આશાઓ અને સપનાઓ સાથે સેવેલા.
જીંદગીના કડવા એ ઘૂંટ અનુભવ થી પીધેલા.
ભવિષ્ય ની ચાહ માં આ વર્તમાન ખોયું.
ભટકી-ભટકી ને આમ આખુંય જગત જોયું.
કેટ-કેટલુંય પામવાના અજીબ અબરખા હતાં.
આપણે કોણ છીએ એ જાણ્યા વગર જ ફરતા હતા.
ઇશ્વર છે એ જાણવા છતાં અણજાણ નો મહોરો માર્યો.
જ્યારે મુશ્કેલી આવી ત્યારે એજ ઇશ્વર ને સહારો માન્યો.
વાહ માનવી...!!! કેટ-કેટલાય પ્રપંચ કરી તું ભૂલતો ગયો.
તું ક્ષણભંગુર છે આ ઘરા પર એ જ તું વિસરતો ગયો.
ભરોસો રાખ ઇશ્વર પર અને તું જાત ને જાણી લે.
થયું, થાય છે અને થશે જે ધાર્યું હશે તે, તું બસ જીવન ને મ્હાણી લે.
~*પાર્થ સોજીત્રા*