એક આંસુએ દામન ભીનું થઈ જશે,
એક નિસાસે આખર ટોળું થઇ જશે!
એક તો સૌ પાસે સ્વયંના દુઃખની ઝડી,
એક મોકે સૌનું દર્દ ટોળું થઈ જશે!
આમ તો રાજીપે પરની હાજરી ખરી,
એક ઓશીકે તો હળવું ફૂલ થઇ જશે!
એક ખૂણો કાફી મનની શૂન્યતા થવાં,
એક આંસું જોઈ જગ ટોળું થઈ જશે!
એક બીજો મોકો મળશે,સૌ ખરું થશે
આમ તમાસે આખર ટોળું થઇ જશે!
-દેવાંગ દવે ©