હા હજી તે ચહેરો યાદ છે મને ,
આંગળી પકડી સીખવ્યું ચાલતા,
હાથ પકડી શીખવ્યું લખતા,
ખંભે બેસી દેખાડ્યા મેળા,
તો ઘોડો બની ફેરવ્યા અમને,
શીખવ્યા સંસ્કાર ના પાઠ જેમને,
તે ચહેરો હજી યાદ છે મને .
ખડાવ્યું જેમને હાથથી મને ,
પ્રેમ કર્યો મને માથે હાથ ફેરવી,
દીકરો બની ગયો મા નો લાડકો,
છે તે સૌથી નાનો ,
પ્રેમ કરે છે ભયલાને તે ,
આજે તે ભયલો ખોવાય ગયો,
યાદ આવે છે તે ચહેરા મને ,
જેનો હતો હું લાડલો,
રડે છે મારી મા અને રડે બેન મારી,
આપે છે સત્વના પિતા તેને ,
છોડી ગયો તારો લાડકો,
હતી છેલ્લી ક્ષણ મારી ,
યાદ આવી મારા માત પિતાની,
રડી પડ્યો આ ચહેરો મારો ,
યાદ કરીને સૌને .
લીધી વિદાય આ ખોળિયામાંથી ,
રહી ગયો ચહેરો સાવ ફિક્કો મારો ,
ભડ ભડ બળી ગયું મારુ શરીર ને
બળી ગયો મારો ચહેરો,
યાદ રહી ગઈ સ્મૃતિ રૂપે માનસ પટ પર,
આ હસતો ખીલતો ચહેરો મારો ,
#ચહેરો