અનુભવવું છે તારી સાથેનું પ્રેમજીવન,
લઈ હાથોમાં તારો હાથ;
ચાલને થોડું પ્રેમી પ્રેમિકા રમી લઈએ.
જે વિયોગ રણ બની વિસ્તર્યો છે તારાને મારા હૃદયમાં,
તેમાં પ્રેમની વર્ષા કરીને લીલોછમ બગીચો કરી દઈએ.
સાથે મળીને જોઈએ સોનેરી ભવિષ્યના સપનાં,
ચાલને આંખોને લીલોતરીથી ભરી દઈએ.
જ્યાં બધું હોય આગવું, છતાં પણ આપણા બેનું સહિયારું.
ચાલને એવું સ્નેહવિશ્વ સજાવીએ.
એમાં હોય આપણો પોતાનો સૂરજ અને ચાંદો,
ચાલને આકાશને ટમટમતા તારાથી સજાવી દઈએ.
જ્યાં વહે માત્ર સ્નેહની નદીઓ નિમિકા,
ચાલને હંસીના દરિયાથી કિનારો તરબતર કરી દઈએ.
જયાં ઊગે માત્ર તારાને મારા પ્રેમના પુષ્પો,
ચાલને આપણા સહચર્યને ફોરમથી મઘમઘતું કરી દઈએ.
લઈ હાથોમાં તારો હાથ,
ચાલને થોડું પ્રેમી પ્રેમિકા રમી લઈએ.
નિમિકા.
#અનુભવવું