એક દિકરી જ્યારે પોતાનું ઘર મૂકીને પારકા ઘરે જાય છે,
ત્યારે દુનિયા નો કોઈ પણ પિતા હોય; તેની આંખોમાં આંસુ હશે જ.
તે પિતા કદાચ દિકરો મરણ પથારીએ હોય તો એટલો નબળો નથી પડતો જેટલો દિકરીને સાસરી વળાવે છે ત્યારે પડે છે.
આખરે તે પણ એક પારકું ઘર છે.. એટલે આજે હું એવી વાત કહેવા માંગુ છું કે, જ્યારે દિકરી સાસરે જાય છે, ત્યારપછી તે દિકરીના ભાઈ-ભાભી શું અને કેવુ કરે છે તે મારા શબ્દોમાં કહીશ...
દિકરી મારી લાડકવાયી આજ ચાલી સસરીયાની વાટ,
છોડી પિયરનું પાધર જાવું તારે પારકા દેશે મન ભરી ઉચાટ.
વલોવાય કઠણ કાળજાનેં પાંપણ ભીંજાઇ જાય!!
દિકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.(2)
તારા બાળપણાની વાતું અમને યાદ આવશે રે આજ,
થઈ છે તારી વિદાય દિકરી તારો ખાલીપો કોરી ખાય.
અમ દલડે લાગી લહાયનેં પાંપણ ભીંજાઇ જાય!!
દિકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.(2)
તારા વિના થયું આંગણું સુનુને થયા સુના ખોરડાં આજ,
તારા રે વિનાના કેવા કાળજા કોરાય અમે કોને કહી રાઝ.
અમ મનડું કેવું મુંજાયનેં પાંપણ ભીંજાઇ જાય!!
દિકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
તારા વિના ભાઈ ભાભી કરે છે મનભર્યો ઉચાટ,
તારા વિના જીવન બન્યુ સૂનકાર મારી બહેના
હાર્દિક કહે છોડીને અમને ચાલી તું સાસરે
તારો ભાઈ થયો હવે લાચાર પરદેશી પંખી ઉડી ગયું.
અમ રુદિયો રુવેને કેવી પાંપણ ભીંજાઇ જાય!!
દિકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
:-હાર્દિક સંખાવરા