અનુભવ તો સરા-નરસા હોવાનાં જ જીવન મા પણ એને હવે આપણે ફુલ તરીકે જોઇયે છિયે કે કાંકરા તરીકે એ તો આપણે જાતે જ નકી કરવું રહીયુ.
માંડવી વીણતા હોયે ને ત્યારે મૂઠી જેટલા ડોડવા હાથમાં ભેગા થાય ને ત્યારે તેને આપણે ખોબા માં લય ને ચોરી ને વાવણીયા મા નાખીયે છીએ. કેમ કે ડોડવા પર ચોટેલી માટી ચોરવા થી ખરી જાય જેથી કરી ને ડોડવુ એકદમ ચોખુ થય જાય વાવણીયા મા.
જીવન ના અનુભવ નુ પણ આવુ જ કરવા નુ સાહેબ. સરા-નરસા અનુભવ ને વીણીને મગજ રૂપી ખોબા મા ચોરી નાખવા ના અને પછી જ જીવન ના વાવણીયા મા ભરવા. જેથી સુખ દુખ રૂપી ધૂળ હસે ને તે ખરી જસે અને અને કામ નુ મટિરિયલ અવેલેબલ રહેશે.
બાકી સારા સારા અનુભવ જ તમારી જોડે થાય એવુ જરૂરી નથી. આમ પણ વેન્ટિલેટર પર હોયે ને ત્યારે સીઘી લીટી ને મોત ની નિશાની ગણવામાં આવે છે.
#અનુભવવું