માન
શબ્દ ના અનેક એક
અર્થ થાય છે!
તેના ઉપયોગ મુજબ!
પણ આપણને ગમે ફક્ત
એક જ સન્માન તરીકે અપાતું માન!
"બેટા , મારી વાત માન
હું તને ચોકલેટ આપીશ!" એક મા.
"મારી એક વાત તો માન"! પ્રેમી યુગલ.
"જિંદગીમાં તમે કોઈ દિવસ મારી
વાત માની છે?" પતિ પત્ની સવાંદ.
"આ ઘરમાં મારી વાત કોઈ માનશે કે નહિ?"
પરિવારમાં ખખડતા વાસણો
વચ્ચે એક સવાલ!
બસ આજ વાત છે ,
માન શબ્દ જન્મે છે જરૂરિયાત મુજબ,
અવનવા રૂપે દરેક સંબંધ મહીં.
કોઈ માન માટે તરસે, કોઈને માન ના ઢગલા,
કોઈ માન ને ન ગણકારે!
માન પોતાના મૂલ્ય
માટે ટળવળે છે!
માન નું સાચું મૂલ્ય બહુ
ઓછી જગ્યાએ થાય
છે અનિલ.
#માન