માનમા તારા આંગણીયા સજાવ્યા
તોરણીયા માંડવે હેતે શણગાર્યાં
તારા પગલા થાય આ ઉપવનમાં
બાવરી બની મહેકી ઉઠું મનમાં
શમણાંઓ સજીવન થાય મારા
તારા સ્પર્શથી ઓ વ્હાલમ પ્યારા
આવીજા હવે ના તડપાવ
મારા સમ તને જલ્દી આવ
નજરો મારી તારા રસ્તા ભણી
આંખો અમાસના તારા ગણી
માનમા તારા આંગણીયા સજાવ્યા
તોરણીયા માંડવે હેતે શણગાર્યાં......
#માન