જીવનમાં આપણે બધી બાબતોમાં પારંગિત હોતાં નથી પણ કોઈ બાબત અશક્ય પણ નથી. કોઈ સારી સિદ્ધિ હાંસલ કરવા મહેનત કરવી પડે છે અને જીવનમાં સારા લોકોને અનુસરવા પડે છે.કોઈ બાબત શીખવાની ઉંમર કે સમય નથી હોતો. અને શીખવાની ધગશ અને લગન હશેને તો કોઈ પણ મુસીબતમાં માણસ સિદ્ધિ હાંસલ કરી લેશે. નવું અને સારું શીખવા માટે કોઈ શરમ હોતી નથી. માટે સારી અને ખુશહાલ જીંદગી જીવી હોય ને તો સમયના બહાનાં બનાવ્યા વિના તમારા સારા સપનાઓને અને શોખને ધ્યાનમાં રાખો. એટલા માટે મે મારા નૃત્યના શોખને પુરો કરવા નાનો એવો પ્રયાસ કર્યો છે અને આ શોખને પુરો કરવા મારી બહેનો ને પણ સામેલ કરી છે અમે ખુબ સારો પ્રયાસ કરવાનો નાનો એવો પ્રયત્ન કયૉ છે આશા છે અમારા આ પ્રયાસને બિરદાવશો. અને શરમ રાખ્યા વિના સારા પ્રયાસોને લોકો સામે રજૂ કરો ત્યારે જ આત્મવિશ્વાસ વધે છે. કોઈ ભૂલ કાઢશે ત્યારે જ પારંગિત બની શકશુ. 🙏
Video link: https://youtu.be/I-qzVmXlHHA