ઈચ્છા ફરી સમય મળે કે ના મળે.😅😅
અમને પણ બનવું હતું કવિ પરંતુ શબ્દો ની કલ્પના કાય હતી.
અમને પણ બનવું હતું લેખક પણ વાર્તાઓ ની ઊંડે સુધી ની સમજ કયા હતી.
અમને પણ ઈચ્છા હતી કોઈ નો પ્રેમ પામવની ની પરંતુ સાચા પ્રેમ ની સમજ કયા હતી.
અમને પણ હતી ઈચ્છા પક્ષી ની જેમ આકાશ મા લટાર મારવાની પરંતુ ઉડવા ની ઈચ્છા શક્તિ કયા હતી.
અમને પણ દરિયા ના મોજાં ની જેમ ઉછળવું હતું પણ દરિયા જેવડું દિલ કયા હતું.
અમને પણ તારાઓ ની જેમ રાત્રે આકાશ માં ટમ ટમ વું હતું પરંતુ આકાશ જેવડું મન કયા હતું.
અમને પણ વીજળી ની જેમ ગર્જના કરવી હતી પરંતુ તે ગર્જના જેવો અવાજ કયા હતો.
હજી પણ દિલ માં એક તો ઈચ્છા છે ઉપર ની બધી તો નહિ પરંતુ થોડી ઘણી ઈચ્છા સાથે સમય વિતાવી લવ પછી
આ લોકડાઉન જેવો કીમતી સમય મળે કે ન મળે .
એક વાર દિલ ની બધી ઈચ્છા માની તો લવ.
created by Pratik Nayak