નહોતી ખબર કોઈ આ દિવસોની, અમે તો હતા આનંદમાં હતું જીવન મસ્તીભરેલુ, નહોતી શંકા કોઈ ના મન માં
જગ એની રફતારે હતું, વેગ પણ હતો પવન માં
અાવ્યો અચાનક એ દિવસ જે લખાયો આપણા જીવનમાં
એક શુક્ષ્મ વાયરસ હંફાવી વિશ્વને, ફેલાયો વાતાવરણમાં
મજબૂર હતો, કેદ થયો, માણસ આજે પોતાના જ ઘરમાં
ભુલી ગયો તું કુદરત ને, ગાંડો હતો વિકાસનાં મદમાં
એક મારુ જ વર્ચસ્વ વિશાળ જગે, બેસી રહ્યો એના
ભરમમાં
સ્વાર્થી બની તું ભૂલી બેઠો, ને ફસાયો પોતાના કરમમાં
પ્રભુ તું જ પરમ,રાખ ઉદાર મન,માનવ આવ્યો છે તારી શરણમાં