આંખળીનો ચાળો તારો ઓ છબીલા
મન લલચાવી ચિત્ત ચોરી ઓ અલબેલા
ઝણઝણાવી હ્રદયના તાર ક્યાં છુપાયો
ઝટ બોલ હવે તું નટખટ ક્યાં ભરમાયો
માધવ મુરલીવાળા મોહન ઓ રંગીલા
ભવ્ય હવેલી આતુર તારી છેલછબીલા
એક એક પળ તરસે તને ઓ રસિયા
સૂના મનને દે અજવાશ ઓ મનવસીયા
હે ક્રિષ્નમુરારી બંસીધારી ગિરધારી
ભવ્ય બને અમ જીવન હે કરૂણાધારી
#ભવ્ય