મારા મન ના વિચારો...." યાદ "
"યાદ "શબ્દો નો શું ? અર્થ કરી શકાય. યાદ એટલે કોઈ ની સાથે વિતાવેલી સારી પળો. ક્યારેક એ પળો ખરાબ પણ હોઈ શકે ? બસ કોઈ નવરાશ ની પળો માં એ પળો ફરી પાછી તાજી કરવી એટલે "યાદ ".....
જે સમયે જે ઘટના બની હોય તે સમય માં મન અને મગજ ફરી પાછું ચાલ્યું જાય એ સમય એટલે "યાદ ".... હા, આ યાદો થી ઘણીવાર ખરાબ સમય સારી યાદો ને યાદ કરીએ તો ઝડપ થી પસાર થઈ જાય છે. અને આ યાદ કોઈ પ્રસંગ, ઘટના કે વ્યક્તિ ને આપણા મનમાં કાયમ માટે જીવંત સ્વરૂપે જીવિત રાખે છે.
હા, આ યાદ જ઼ છે જે માનવી ની એકલતા ને દૂર કરી તેના જીવન નો સંગાથી બને છે અને એ પોતાની એકલતા ને થોડી ક્ષણો માટે દૂર કરી શકે છે વીતેલો સમય કે પળો ફરી પાછી તો ક્યારેય નથી આવતી પણ "યાદ " બની વ્યક્તિ સાથે જીવન પર્યન્ત રહે છે.
આ યાદ સારી હોય કે ખરાબ તે દરેક માનવી ના જીવન સાથે સંકળાયેલ હોય છે ભૂતકાળ માં બનેલી ઘટનાઓ માનવી ના મન અને મગજ માં યાદ સ્વરૂપે કાયમ જીવંત રહે છે જેને ભુલાવી ઘણીવાર અઘરી બને છે અને ઘણીવાર આ યાદો જીવન જીવવાનો સહારો પણ બને છે.
બસ મારી અને તમારી આવી અગણિત યાદો છે જેને ઘણીવાર યાદ કરવી ગમે છે ઘણીવાર ભૂલી જવી પણ.... છતાં પણ માનવી યાદો સાથે કાયમ સંકળાયેલ જ઼ રહે છે એ કદાચ એને ગમે કે ન ગમે.. માનવ જીવન માં યાદો નું આગવું સ્થાન છે જીવન નું એક આવશ્યક પરિબળ છે જે વીતેલા ભૂતકાળ ને કાયમ માટે સંગ્રહિત કરી જીવંત રાખે છે
"યાદો યાદ આવે છે...
ભૂતકાળ યાદ આવે છે...
જે ભૂલવા છતાં પણ..
યાદ બની યાદ આવે છે....
હેતલ. જોષી... રાજકોટ
(લેખ..."યાદ ")