ગુસ્સો કે ક્રોધ એક એવો મનોભાવ છે જેનાથી માણસનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે. ઘણીવાર માત્ર ક્રોધને કારણે ઘણા કાર્ય બગડે છે, પરિસ્થિતિઓ નિયંત્રણથી બહાર થઈ જાય છે. વ્યક્તિ તેના પર નિયંત્રણ કરી લે તો ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ક્યા લોકોને ક્રોધ વધારે આવે છે? આ સંબંધમાં હસ્ત રેખા જ્યોતિષમાં કેટલીક નિશાનીઓ જણાવવામાં આવી છે.
કેટલાક લોકોની હથેળીને ગુરુ પર્વત પર જાળ કે જાળી જેવા નિશાન હોય છે. આ પ્રકારના નિશાનવાળા વ્યક્તિને નાની-નાની વાતો પર ભયંકર ક્રોધ આવી જાય છે. આવા આવેશમાં તે મોટાભાગે ઘણા પ્રકારના નુક્શાનનો પણ સામનો કરવો પડે છે.
જાળના નિશાનને સારું માનવામાં આવતું નથી. હસ્તરેખા જ્યોતિષમાં આ પ્રકારના નિશાન નકારાત્મક પ્રભાવવાળા બતાવે છે. હથેળીના જે ભાગ પર આ નિશાન હોય છે ત્યાંના શુભ પ્રભાવને ઓછો કરી દે છે. કે સમાપ્ત કરી દે છે.
હથેળીમાં ગુરુ પર્વત પર જાળ અશુભ માનવામાં આવે છે જો ગુરુ પર્વત પર જાળ હોય તો વ્યક્તિ ગુસ્સાવાળા હોય છે. તેનામાં દયાની ભાવના હોતી નથી. સ્વાર્થી તથા ઘમન્ડી હોય છે.
ક્યાં હોય છે ગુરુ પર્વત? –
હથેળીમાં તર્જની આંગળી અટલે કે ઈન્ડેક્સ ફિંગરની બરાબર નીચેના ભાગને ગુરુ પર્વત કહેવામાં આવે છે. આ પર્વત જીવન રેખા સુધી માનવામાં આવે છે.