આનંદ શબ્દ એ ખરેખર મનોવાંછિત શબ્દ છે આ શબ્દની bites આવતા મને મારા જીવનની એક ઘટના યાદ આવી હું ટેન્થ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડમાં હતી ભણવાની સાથે સાથે હું ટ્યુશન પણ કરી નાના-મોટા બાળકોને ભણાવતી એકવાર અમારી કામવાળી બાઇ એ આવીને કહ્યું કે બેન મારા દિકરાને ભણાવીશ આ વખતની છ માસિક પરીક્ષામાં બધામાં લાલ લીટા લઈ આવ્યો છે મેં કહ્યું ભલે મારી પાસે મૂકી જજો મેં એને ખૂબ મહેનત કરી ભણાવ્યો અને પરીક્ષામાં ખૂબ જ સારા ટકાથી પાસ થયો એમની મમ્મી તેમનું રીઝલ્ટ દેખાડવા આવી આવતા વેંત મને ચોટીને હર્ષાશ્રુ થી રડી પડી બાળક નું રિઝલ્ટ જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો આપણા જીવનમાં આનંદના પ્રસંગો તો ખૂબ જ આવતા હોય છે પણ આ પ્રસંગે મારા આત્માને આનંદિત કરી દીધો તેજ દિવસથી બીજાના ચહેરા ની ખુશી એજ મારી ખુશી એવો જીવન મંત્ર અપનાવી લીધો જેથી મારો આત્મા આનંદિત થાય છે
#આનંદ