આનંદ સ્વયમ શબ્દ એવો કે તેને વિચારતા,
જોતા વાંચતા કે લખતા આનંદ થાય છે.
આનંદ ની ઉત્પત્તિ કોઈના દુઃખથી ના જન્મે,
એટલું યાદ રાખો તો ખરો આનંદ થાય છે.
હર કોઈને આનંદ જોઈ પોતપોતાની રીતનો,
ગમેતેમ મેળવીને તેને ત્યારે આનંદ થાય છે.
આનંદ મેળવવાની આ દોડાદોડી છે અનિલ,
ખોળાની નાની ખુશી ભૂલી આનંદ થાય છે.
#આનંદ