આજના બર્થડે સર્જક : *મિલિન્દ ગઢવી*
ધાર્યા કરતા વહેલી થઈ ગઈ,
જાત સદંતર મેલી થઈ ગઈ.
મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ.
ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા,
સમજણ સાથે રેલી થઈ ગઈ.
બે ફળિયાએ પ્રેમ કર્યો તો,
વંડીમાંથી ડેલી થઈ ગઈ.
દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ.
– મિલિંદ ગઢવી (ગ.મિ.)
#આનંદ