શિવત્વ નહિ, શૈવ હું શાનો?
ફેશનની વાટે મારો મોંઘો શણગાર,
દેવોનો દેવ, તને કંઠે રુદ્રમાલ,
બાહ્ય નહિં, શિવનો માયલો શણગાર,
શિવત્વ નહિ, શૈવ હું શાનો?
ક્રોધ કરોડ કર્યો તન મન ધનનો વિનાશ,
સંહારનો કર્તા; શિવને માથે ગંગધાર,
સાચાને પ્યાર; કેવળ ખોટાને માર,
શિવત્વ નહિ,શૈવ હું શાનો?
#આનંદ