Gujarati Quote in Thought by Gunjan Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજરોજ તારીખ 1 મે.

આપણાં ગૌરવવંતા ગુજરાત રાજ્ય નો સ્થાપના દિન...
એ ગુજરાતી હોવાનો મને ગર્વ છે જયાં,
વાપી થી તાપી પરશુરામ ની ભૂમિ છે,
નર્મદા, તાપી, સાબરમતી લોકમાતાઓ હિલોળા કરતી ગુર્જરી ધરાને પાવન કરે છે,
સુરત સોનાની મુરત, અમદાવાદ ગુજરાત નું માન્ચેસ્ટર, ભાવનગર ગોહિલવાડ, સૌના હ્રદય પર રાજ કરતું રાજકોટ, ઐતિહાસિક પાટનગર પાટણ, જેસલ જાડેજાની ભૂમિ કચ્છ જેવાં અનેક નાનાં મોટાં નગરો તેમજ ભારતની પરંપરા પોતાનાં હ્રદય માં સાચવીને બેઠેલાં ગામડાઓની ધરતી એટલે ધરા ગુર્જરી,
આદિ કવિ નરસિંહ મહેતા,સૌરાષ્ટ્ર ની ગાથા ગાતાં ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ની ભૂમિ એટલે ધરા ગુર્જરી,
નવરાત્રી નાં નવરંગ તેમજ ઉત્તરાયણની કપાયેલી પતંગ ની મોજ એટલે ધરા ગુર્જરી,
ઊંધીયું નો સ્વાદ સાથે જલેબીની મીઠાશ, ફાફડા ખમણ અને સુરતનું જમણ,
ખમીરવંતા યોદ્ધાઓ અને સાહસિક વેપારીઓની ભૂમિ એટલે ધરા ગુર્જરી,
સાવજ ની દહાડ અને ગઢ ગીરનાર,
ભોળા શંકરનું ધામ સોમનાથ, કૃષ્ણની નગરી દ્વારકા, માં અંબાની શક્તિપીઠ અંબાજી, વિશ્વનાં બંદર પર વાવટા ફેરવતાં કંડલા, વેરાવળ બંદરો ની ભૂમિ એટલે ધરા ગુર્જરી,
કચ્છ નું સફેદ રણ અને વડનગરનું કિર્તી તોરણ,
પાટણની વાવ સોરઠનો રસથાળ એટલે ધરા ગુર્જરી,
તહેવાર અને વહેવાર નો સમન્વય એટલે ધરા ગુર્જરી,
ચાર પ્રદેશોની ચાર બોલી, મહેમાનગતિ માં ઓછી ઓછી થઈ જતી પ્રજા ભોળી,
ભારતનાં લોકલાડીલા પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની ભૂમિ એટલે ધરા ગુર્જરી........
વિશ્વ ફલક પર ડંકો વગાડનાર ગુજરાતી ખમીર, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત....
હું છું ગુજરાતી, ગુજરાતી હોવાનું મને ગૌરવ છે...
જય જય ગરવી ગુજરાત....જય જય ગરવી ગુજરાત...

Gujarati Thought by Gunjan Desai : 111417538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now