બાળક ને પિતા સાઈકલ પર બેસાડી સ્કૂલે મૂકવા જાય ત્યારે બાળકના ચહેરા પરનો આનંદ.
બે અબોલ માણસોના ઈસારાથી થતા સુંદર વાર્તાલાપ નો આનંદ.
કોઈ બાળકનો અજાણ્યા વૃદ્ધ ને રસ્તો પાર કરાવ્યા નો આનંદ.
સ્કૂલમાં જતાં મિત્રોનો એકબીજા સાથે સાઈકલ રેસ કરવાનો આનંદ.
ચોમાસાની ઋતુમાં લીલા રંગનાં અનેક શૅડ જોવાનો આનંદ.
શિયાળાની સવારે ધુમ્મસમાં રસ્તાઓ ની સંતાકુકડી રમવાનો આનંદ.
અને આ બધું જોઈને હ્રદય ને મળતો આનંદ,
કાગળ પર નહીં પણ ચહેરા પર વંચાતો આનંદ.
#આનંદ