Gujarati Quote in Blog by Ravi Lakhtariya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન જ સુખમય આનંદ છે

જ્યાં કુદરતનું આ રમણીય સજૅન છે
કોયલનો ટહુકો છે ત્યાં મોરની કળા છે
સિંહની ગજૅના છે ત્યાં ચંચળ વાંદરો છે
શાંત સરોવરમાં મીઠા પાણી છે
ત્યાં ગજાવતો દરિયો છે
જ્યાં હિમ રુપી પવૅત છે
તો ધોધ રુપી જળાશયો પણ છે

ખરેખર આ જીવન જ આનંદ છે

જયા પશુ પંખી દરેક સુખમય છે
ખરેખર આ જીવન સુખમય આનંદ છે

જો માનીએ તો સંગીત ના સાત સુરો છે
જે સાંભળી હર કોઇ નાચે ઝુમી ઉઠે છે

રે ‌વાત તો રહી ગયી
આ સુખમય જીવનમાં માનવી રુપ નજારો પણ કઇક અલગ છે
જેને સત્ય,જુઠ ની સમજણ છે
શું સારું ખરાબ તે કમૅની સમજ છે

જ્યાં મીઠી લાગણીઓની પણ મીઠાસ છે
ને પ્રેમ રુપી સાથીની પણ હુંફ છે

જ્યાં ભારત જેવી સંસ્કૃતિ છે
સ્ત્રી પુરુષ મર્યાદા રુપી આનંદ છે
જયા આદરનો સાગર છે
જયા આ પવિત્ર ગંગાનો પણ આદર છે


ખરેખર જીવન સુખમય આનંદ છે


જો સમજો તો બધુ આનંદ જ છે


#આનંદ

Gujarati Blog by Ravi Lakhtariya : 111417437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now