સદા અનુકૂળ એવો પવન રહે
એવું મજાનું સૌને જીવન રહે..!!!
ગોથ ખાતા પતંગને ઓથ રહે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ રહે,
લડાવો પેચ તો’ય ના વેર રહે,
માંગો બસ ત્રણ, અને તેર મળે,
મનમાં ના કોઇથી ઉદ્વેગ રહે,
રહે ઉત્સાહ પણ ના આવેશ રહે,
કાપ્યાનો અનહદ આનંદ રહે,
કપાયાનો ના કદી ખેદ રહે,
નભમાં હોવાનું, ના ગુમાન રહે,
ભાવ સૌને માટે સમાન રહે,
ઊંચા આકાશ નું સંધાન રહે,
છતાં મૂળ સાથે અનુસંધાન રહે,
સદા અનુકૂળ એવો પવન રહે,
એવું મજાનું સૌને જીવન મળે..!!!
#આનંદ