Gujarati Quote in Quotes by Sunil N Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આનંદ

ઈશ્વરે આપણને આનંદમાં રહેવા માટે ઘણી બધી વસ્તુ આપેલ છે, જેના માધ્યમ દ્વારા આપણે આપણા જીવન નો કેટલોક સમય આપણી મન ગમતી પ્રવૃત્તિ કરીને તે ક્ષણ ને આપણે સુખદ રીતે વિતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ સુંદર ગીત સાંભળે છે, કોઈ સાહિત્યકાર ના લેખ વાંચી કે લખી ને, ક્રિકેટ જોઈ, ટીવીમાં આવતા હાસ્ય ને લગતી સીરીયલ, ફિલ્મ જોઈને આપણે આપણા સમય દરમિયાન આત્માને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.

આપણી પાસે તમામ ભૌતિક સુવિધા હોવા છતાં પણ નાની સરખી વસ્તુ કે બાબતમાં આપણે જ્યારે મુંઝાઈ એ ત્યારે ..

બે દિવસ પહેલા અમારા ત્યાં શાકમાર્કેટમાં કોરોના ના કારણે સંપૂર્ણ બંધ હોવાના લીધેતે સમય દરમિયાન નાની લારી માં શાકભાજી વેચવા વાળા બેન આવતા તેઓ હંમેશા અમારા ઘર પાસે આવી ને બૂમ પાડી અને શાકભાજી વેચવાનો પ્રયત્ન કરતા
તેમની સાથેના કેટલાક રમૂજી સંવાદ છે જે હું રજૂ કરું છું..

"માસી કેમ છો મજામાં છો ને ?"

"હા ભઈલા મજામાં હોને, પણ આ પોલીસવાળા લોહી પી જાય સ. કોઈ જગ્યાએ ઊભા રહેવા ન હિ દેતા મારા રોયાઓ"

"માસી અમને નોકરી કરવા દો ને?"

"ઇમના નોકરી ના લીધે અમારે કેટલીક ખાદ ખાવા ની ? પાછી પેલી નવી બીમારી આઇશ નામ પણ જૂનું શ..

"શું કીધું માસી કઈ બીમારી ?"

"અલ્યા ભાઈ પેલી બીમારી નામ હારું હતું ...યાદ જલ્દી નઈ આવે આ ને હું તો ઓછું ભનેલ છું..
અરે હા .. યાદ આયું..કોલેરા.. કોલેરા..

"અરે ...માસી દુનિયા કી હચમચી ગઈ.. લોકો લોક ડાઉનલોડ થઈ ગયા. નામ એ નહીં કોરોના છે"

"બસ એજ બસ એજ.."લોકો ઇમ કહેશે ચાઇના થી આવીશ.. પણ હાલ તો આપણે ઉપાધી શ.. ઘર નાય ખાવું શું ખવડાવું શું ? અને આ પોલીસવાળા રોજ ની રામાયણ શ.."

"સારું પણ આ શું માસી હાથ માં મોજા પણ નથી પહેર્યા ? મોઢા પર માત્ર સાડી રાખી છે ? ચંપલ કેમ પહેરેલા નથી"

" ચંપલ લાવવાના હતા પણ ઘરવાળા ની બીમારી માં બધા પૈસા વાપરાઈ ગયાં.."

"કેમ શું થયું છે"

"સાહેબ ઈમન કેન્સર થયું શ.. એ બી લાસ્ટ સ્ટેજ માં શ.. ડોક્ટર સેવા કરવાની કી ધી શ.. એટલે તો હું આ ભાઈ મહેનત કરું છું.. છોકરા સામું નહિ જોતા "

"ઓ હ.. સારું.. સારું.."

જીવનમાં ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે ઘર ની વ્યક્તિએ કામ પર નીકળવું ખૂબ જ જરૂરી હોય છે એક તો બીમારી અને એમાં પણ પૈસા નહીં..?

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ એક મકાનના આગળના સ્તંભજેણે મોભ કહેવાય તે તડકો ઠંડી-ગરમી છાયડો વગેરે ફરજિયાત ઊભા રહીને વેઠવો પડે છે અને જો તેના વેઠે તો ઘર પાડી જાય છે.. તેના પર જ આખા ઘર નું અસ્તિત્વ હોય છે"


મિત્રો અને સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જેની પાસે પૈસા છે તેમની પાસે ઉઘરાવીને થોડા પૈસા ભેગા કરી અમે તેમને આપ્યા. લેતા તેઓ ના પાડતા અને રડી ગયા..

આપણને નાનીસરખી ભૌતિક સુવિધાનો અભાવ જણાય ત્યારે આપણું મન કેવું કચવાય છે? એસી કુલીંગ નથી આપતું ? કાર ને સફાઈ કરવાની છે ?આજ કામ વધારે છે ? બેંકમાં હપ્તો ભરવનો છે,ઓફિસમાં બોસ બોલે છે ...વગેરે.. વગેરે..

ત્યારે આવા વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ આપણે મન ચોક્કસથી હળવું થઈ જાય છે. તેમના દ્વારા આપણને એક શીખ મળે છે જીવનમાં હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈપણ મુશ્કેલી પોતાના મનને આનંદિત રાખીને પ્રવૃત્તિશીલ રહેવું..


સુનિલ કુમાર શાહ

Gujarati Quotes by Sunil N Shah : 111417339
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now