આનંદ ભયો આ ઉપવનમાં
આનંદ ભયો આ નગરીમાં
છલકાયો ઉમંગ હર અંતરમા
તું આવ્યો માધવ મનદર્પણમા
પળ પળ તારી વાટ્યું જોતી
રસ્તે ઉભી આ ઘેલી ગોપી
પુષ્પ કુંજર ઉઠ્યા ખીલી
નિસ્તેજ આ ધરતી ડોલી
મનમોહન તારી મુરલીમાં
સૃષ્ટિ આ સઘળી મોહી
આનંદ ભયો આ ઉપવનમાં
આનંદ ભયો આ નગરીમાં
#આનંદ