Gujarati Quote in Blog by Jasmina Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ એટલે શું ??
આપણી પાસે જે કંઈ પણ છે..
તેમાં ખુશ રહીને જિંદગી જીવવી તે.

આપણે બીજાનું સુખ જોઈને...
દુઃખી થઇ જઇએ છીએ..અને
આપણાં આનંદને ખોઇ બેસીએ છીએ.

આજે આપણે ગાડી ખરીદી લાવ્યા.
બે દિવસ પછી બાજુવાળા આપણાં કરતાં મોટી અને મોંઘી ગાડી ખરીદી લાવ્યા..એટલે આપણે દુઃખી..આપણે આપણી ગાડી લાવ્યા નો આનંદ ખોઇ બેસીએ છીએ.

બીજાનું સુખ જોઇ આપણે દુઃખી થવાની જરૂર નથી. આપણી પાસે ઇશ્વરની કૃપાથી ઘણુંબધું છે. જેમાંનું ઘણુંબધું ઘણાં પાસે નથી.

તો આપણી પાસે ઇશ્વરની કૃપાથી જે કંઈ પણ છે. તેમાં સંતોષ માનીને જો જીવન જીવીશું તો આપણું આ જીવન સૌથી વધુ આનંદ દાયક બની રહેશે.

Jasmin

#આનંદ

Gujarati Blog by Jasmina Shah : 111417103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now