હા, જમાના હા, હવે તારો સમય આવી ગયો
મેં કહી ' તી વાત તે તુ મુજને સંભળાવી ગયો
ક્યારે કોને શુ કહ્યુ ? એ યાદ પણ રહેતુ નથી
બસ હવે ચૂપચાપ રહેવાનો સમય આવી ગયો
સૌ પરમ આનંદ ઇર્ષા થી મને જોતા રહ્યા
ઝીણી ઝીણી વાત પર હું દીલ ને બહેલાવી ગયો
બંધ મુઠ્ઠી લાખની થઇ ગઇ છે સાચા અર્થમાં
આપના પાલવ નો છેડો હાથમાં આવી ગયો
કેમ હો જીવન નુ ઘડતર જયારે હું શીખ્યો ' મરીઝ '
વાહ રે કીસ્મત ! કે મૃત્યુ નો સમય આવી ગયો
- મરીઝ
#આનંદ