Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું એટલે.......

મારા ચહેરા પર છલકાતું સ્મિત એટલે તું, જીવનમાં મધુર કાંઠે ગવાતું ગીત એટલે તું, એકલતામાં પણ ન લાગે એકલું એ મનમિત એટલે તું, બધું ખોઈ ને પણ ન ખોયા જેવું લાગે એ જીત એટલે તું, આઠ મહિના રાહ જોવે મેઘના પાણીની ચાતક જેવી મારી એ પ્રીત એટલે તું. શબ્દ ન હોઈ પાસે અને વાંચીલે બધું આંખોમાં મારી, એ વાર્તાલાપની રીત એટલે તું.

તું એટલે મારુ સર્વસ્વ, મુજ નાસ્તિકની શ્રદ્ધામાં તું, મારા લખતા તમામ ગીતોમાં તું, બોલતા શબ્દોમાં તું, ધબકતા આ આવરણથી ઘેરાલેય દિલમાં તું, સીરાઓ અને ધમનીમાં વહેતા રક્ત પ્રવાહમાં તું, રોજ લેવાતા પ્રાણવાયુમાં તું, તું શિયાળે આપતી હૂંફ છે, તું ઉનાળે અહેસાસ છે ઠંડકનો, તારા પ્રેમથી મને ભીંજાવું ચોમાસુ છે તું. રૂમના શોકેસમાં પડેલી એ મૂર્તિ રાધા અને કાનાની જોઈ જે પ્રતીતિ થાય એ છે તું .

સપનામાં થયેલો પહેલો એ સ્પર્શ, એક પથ્થર માણસ જાણે મીણ થઈ ગયો, તારી લાગણીની લહેરો એવી તો આવી કે હું ઘૂઘવતો દરિયો થઈ ગયો. તારી એ કાતિલ આંખોમાં દેખાઈ છે આજે પણ તસ્વીર મારી, હજુ પણ સપનાના દ્વાર પર ઉભો છું પહેરીને બ્લેક શર્ટ, કપાળે છે કુમકુમનો ચાંદલો અને આંખો પર આવરણ છે ચશ્માનું, આવો સજધજ કરનાર મને એટલે તું....

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111416760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now