હજુ ત્યાં જોયું જ હતું આંખોએ,
મારી ઉંમરની સમજદારીએ ના પાડી દીધી,
...પછી થયું આમતો તસવીર એની મારી આંખોની પાછળ રહે તો વધુ સારું.
થયું યાદ કરી લઉં એને દિમાગથી,
પ્રમાણિકતા એ મારી ના પાડી દીધી,
...પછી થયું એ યાદો એની મારાજ મનમાં રહે તો વધુ સારું.
હોશિયારી એ મારી ના પાડી દીધી,
માત્ર ફોન પણ કરવાની એને,
...પછી થયું એ વાતો મારામાં રહે તો વધુ સારું.
યાદ કરીને આંખ ભીની થઇ,
તો આંસુઓએ મારા છલકવાની ના પાડી દીધી,
...પછી થયું એની યાદના આસુ મારામાં જ રહે તો જ વધુ સારું.
સુકેતુ કોઠારી