હો તારી ભ્રમણા, કે હો તારો વિશ્વાસ,
છે એક જ હકીકત, કે સઘળો છે આભાસ.
હો તું રાની રુક્મણી, કે ભોળી રાધા,
માધવનો હરગોપીના દિલમાં છે વાસ.
હો તું મીઠી સરિતા, કે ઝરમર વરસાદ,
છે #નિયતી તારી, સાગરમાં તારો વાસ.
લાગે છે સઘળું શાંત, દીસે છે નીરવ,
થાશે એક ‘વિપ્લવ’ ને, પળમાં સકળ વિનાશ.
#નિયતી