વર્ષોથી હું તારી રાહ જોતી રહી, દરેક વ્યક્તિ માં તને શોધતી રહી.. તું મને ક્યાંય ના મળ્યો.. આટલા વર્ષો વીત્યા મને તારી એક ઝલક પણ જોવા ના મળી...
ધીરે ધીરે મેં મારી શોધ પર પૂર્ણવિરામ મૂકી દીધું અને તારી શોધને મુલતવી રાખી, બીજી પ્રવૃતિઓ પર ધ્યાન આપવા લાગી.. સમય જતાં મારા લગ્ન નક્કી થયા..
લગ્ન પહેલા મેં તારી સાથે દોસ્તી કરી.. આપણે ગાઢ મિત્રો બન્યા... ધીરે ધીરે આપણે એકબીજાની નજીક આવ્યા.. તું મને કેટલો પ્રેમ કરે છે એ જાણીને હું પોતાની જાતને વધારે પ્રેમ કરવા લાગી...
એક દિવસ તારી સાથે વાત કરતાં કરતાં મારું મન ક્યાંક ખોવાઈ ગયું, હું કોઈ અજાણ્યા વિચારોમાં ખોવાઈ ગયી...
તેં મારું ધ્યાન ખેંચ્યું તારી તરફ ત્યારે મારા વિચારો અને તારો ચેહરો, તારી આંખો અને મારી ચમક એક થઈ...
અને બોલાઈ ગયું.. હું જેને શોધતી હતી એ મને મળી ગયો. મારી શોધ પૂરી થઈ.....
નસીબે મને તને મેળવી આપ્યો અને મને આજે જાણ થઈ કે એ તું જ છે જેની સાથે હું મારી બાકીની અધૂરી જિંદગી જીવવા માંગુ છું. " હું તને ખૂબ પ્રેમ કરું છું"
આભાર!
પ્રેમ થઈ ગયા પછી તું મને મળ્યો અને મને મળ્યા પેહલા જ તું મારા નસીબ માં હતો એનો આ જીવતોજગતો પુરાવો છે!
-નૂપુર #Destiny #love #kismat #Destiny