સમય
ધીરે ધીરે આવેલા આ
સમયને આંખમાં ભરીને
પંપાળું છું,
ઓયે ... જિંદગી
તારી નારાજગીથી મને
કોઈ ફેર નથી પડવાનો..
ખુશીઓને તો મારા
સ્વભાવ સાથે
ફાવી જ ગયું છે..
ઓયે ... જિંદગી
તારાથી થાય એટલી મહેનત
કરી લેજે..
કુશળ છે મારો સ્વભાવ,
એને જલ્દી છોડશે નહીં..
આવ આવવું હોય તો !
હસવાની ઘટના આમ સાવ
એકાંકી છે..
વહેંચવાનું આવે તો વહેંચું !!
બાકી એનેય ક્યાં કોઈની
પડી છે..
આ બે નયનો વચ્ચે જાગવાનું
એનેય ગોઠી ગયું છે..
-આરતીસોની © રુહાના
Good Morning🥳