જીવનમાં ઝુકવું પડે
કઇક સ્વભાવ ને કંઇક સંગતો છોડવી પડે
યોગ્યતા અને અયોગ્યતા નો ભેદ સમજવો પડે
ચારિત્ર્ય ન ચુકાય, આંગળીઓ ન ઉછળે તેમ રહેવું પડે
કયાક કોઇને સમજવા પડે,કયાક કોઇને સાંભળવા પડે
કયાક કંઇક બોલવું પડે, કયાક કંઇક લખવું પડે
કયાક શરુઆત કરવી પડે ને ક્યાંક અમુકનો અંત પણ લાવો પડે
ત્યારે કઇક સારુ મળી શકે