Gujarati Quote in News by Dharmesh Bhagat

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુન્દનિકા કાપડિયાનું અવસાન...

નંદીગ્રામ ખાતે
રાત્રે ૨.૦૫ મિનિટે
છેલ્લા શ્વાસ લીધા....

કુન્દનિકા કાપડિયા (જન્મનામ: કાપડિયા કુન્દનિકા નરોત્તમદાસ, લગ્ન પછી: કુન્દનિકા મકરંદ દવે) ‘સ્નેહધન’ એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે. તેમનો જન્મ જાન્યુઆરી ૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો.

જન્મ : 11 જાન્યુઆરી 1927
લીંબડી, ગુજરાત, ભારત વ્યવસાય : નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર
નોંધપાત્ર પુરસ્કારો : સાહિત્ય અકાદમી પુરસ્કાર

જીવનસાથી : મકરંદ દવે (લ. 1968)

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
તેમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચુક્યા છે.

સર્જન :

નવલિકા
પ્રેમનાં આંસુ
વધુ ને વધુ સુંદર
જવા દઇશું તમને
કાગળની હોડી
મનુષ્ય થવું

નવલકથા
પરોઢ થતાં પહેલા
અગનપિપાસા
સાત પગલાં આકાશમાં

નિબંધ
દ્વાર અને દીવાલ
ચંદ્ર તારા વૃક્ષ વાદળ

પ્રાર્થના
પરમ સમીપે

અનુવાદ
પુરુષાર્થને પગલે
કિશોર ડિટેક્ટીવ
વસંત આવશે
પૂર્ણ કુંભ
જીવન એક ખેલ
હિમાલયના સિદ્ધયોગી

'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે.
#નિયતિ

Gujarati News by Dharmesh Bhagat : 111416074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now