નિયતિ
આજે કોરોના તો કાલે પ્રલય
આ નિયતિ નું શું કરું ?
આકાશે પ્રદુષણ ને ધરા એ વિસ્તર્યા દુષણ
આ નિયતિ નું શું કરું ?
આઇનો ભલે વિશાળ પણ પ્રતિબિંબ તો નાનું જ
આ નિયતિ નું શું કરું ?
ફેલાવ્યા વિચારો અણુ ની માફક પણ તું નિશબ્દ
આ નિયતિ નું શું કરું?
લે મને પાસે બોલાવ યા તો નષ્ટ કર
આ નિયતિ નું શું કરું ?
તારી જીદ પૂરી કર કેર ન વર્તાવ
આ નિયતિ નું શું કરું?
મારુ માથું તારી તલવાર , ચાલ ખતમ કર
નિયતિ ને બહુ ચઢાવ્યા બલિ , હવે શું કરું ?
- મનીષા
#નિયતિ