*સમજણ ને સલામ* -jigna.r.rabari
ઘરે બિરાજતી માતા , બેન, દીકરી, પત્ની,
સહન કરતી સહુનું એની સમજણ ને સલામ
મન પોતાનું મનાવી કરતી ઘણાય ત્યાગ,
એ ત્યાગ ની મૂર્તિ ની સમજણ ને સલામ.
રડી લેતી એ ન થાય ઘર ની આબરૂ નો લીલામ,
એ આસુંડા ની પીનાર ની સમજણ ને સલામ.
દુઃખ દર્દ ને એ હૈયા ના એક ખૂણે ધરબી દેતી,
એ અમૃત ની આપનાર ની સમજણ ને સલામ.
કુદરતે ની કલમે લખાય જ્યારે ગરીબી ત્યારે,
એ સાડલા સાથે હાથ દઝાડનારની સમજણ ને સલામ.
આંગણે આવે અતિથિ મલકાય ને કરતી મહેમાની
એ ઘર મંદિર ની મૂર્તિ ની સમજણ ને સલામ
જમાડી હેતે સૌને પછી પોતે જમનાર, jigna.
એ પ્રેમ ની પીરસનારી ની સમજણ ને સલામ.
સૌને સમજનાર એ સમજણ ની મૂર્તિ છે,
એ લાગણી ના ઝરણા ની સમજણ ને સલામ.
-jigna.r.rabari .