#નિયતિ
દ્રોપદી ના શબ્દો બની , એ તો મહાભારત રચી ગઈ...
નિમિત્ત બનાવી દ્રોપદીને , જોને નિયતિ રમત રમી ગઈ.
સીતા નું હરણ કરી , એ તો રાવણ નો અંત બની ગઈ....
નિમિત્ત બનાવી સીતાને , જોને નિયતિ રમત રમી ગઈ.
મુરલીધર ની મુરલી છોડાવી, એ તો કંસ નો પણ કાળ બની ગઇ...
નિમિત્ત બનાવી દેવકી ને , જોને નિયતિ રમત રમી ગઈ.