જીવન ખરેખર તો સંપૂર્ણ પણે નિયતિ ને આધિન લાગે છે.. ક્યારે કેવાં સઁજોગો પેદા થાય,તેનું કાઈ ઠેકાણું નથી..આ જગતની ગતિ અતિ વિચિત્ર અને અનિશ્ચિતતા થી ભરપુર લાગે છે.અને ત્યારે માણસ પાસે નિયતિ ની સાથે તેનો કર્તા પ્રભુને પ્રાર્થના કરવા સિવાય તથા ઈશ્વરને વિશે ચિંતન મનન અને નિધિદ્યાસન સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.ઘણીવાર પોતાના હાથમાં પોતાની જાત પણ નથી હૉતી, એવી લાગણી થાય છે. કેવાં સઁજોગ માં પોતે કેવું વર્તન કરશે તે નક્કિ કરવું પણ મુશ્કેલ છે.આ સ્થિતિ સર્જાય ત્યારે વિવેક ની જરૂર પડે છે.. આપણ ને જે ડહાપણ કે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેની પરીક્ષા થાય છે.ત્યારે નજીક ના મિત્ર સગાં અને સલાહકાર ની પણ જરૂર પડે છે.ખરેખર તો પ્રભુની કૃપા પર જ માનવ જીવન ભોગવવી શકે છે...અસ્તું.
#નિયતિ