ફરક એટલો તારી અને મારી વચ્ચે
તને ફકત નફરત અને મને પ્રેમ છે
તારી નિયતિ તું જાણે ઓ રંગીલા
મારી નિયતિ આંખોમાં અકબંધ છે
ભીંજાયેલી આંસુઓથી એ રાતો
તારા દર્દોની સોગાદો હેમખેમ છે
સ્પર્શની સુંવાળી રેતી સરકતી રહી
પણ ઉન્માદના દરિયા ભરપૂર છે
એકાદ હોત તો ગણી બતાવું
જખ્મો હૃદય પર અપરંપાર છે
#નિયતિ