કેમની કેવી છે નિયતિ
કે નિયત?
તે જાણવું મુશ્કેલ હોય છે!
ફકત પોતાની રાખો
રાખો સાફ અને ચોખ્ખી
તો પણ ઘણું છે!
નિયતિ સાફ હોય
તો જિંદગી
સરળ રીતે જીવવા મળે છે.
નિયતિ સાફ હોય
તો જીવનસાથી
હમસફર જેવો મળે છે.
નિયતિ ,નિયત અને
નિયમ કુદરત ના
સ્વીકારો અનિલ,
પછી જિંદગી ગંગા
સમ પવિત્ર ને પૂજનીય
બની જશે!
#નિયતિ