નાનપણ માં ખૂબ સાથે રમતા, તોફાન મસ્તીઓ કરતા, રોતા અને રડાવતા. એક પળમાં રૂઠી બીજા પળમા મનાવતા. ભારોભાર નિસ્વાર્થ અને હૂંફવાળો એ સંબંધ જેને હું મિત્ર કહું છુ, જેમાં લાગણીઓ મન મૂકીને ઠાલવું છું, વિચાર્યા વગર કઇ પણ બોલું છુ...
થોડા સમયથી આ બધા જ ક્યાંક ખોવાઈ ગયા છે, હમણાં આવું છુ એવું કહીને ગયે પણ વરસો વીતી ગયા છે, સમય ની આડમાં આમ સંબંધ ખોવાઈ ગયા છે.
એ સંબંધને શોધું છુ....
હું મિત્રોને પાછા શોધું છુ....