🌸"તુ" કે "તમે"🌸
"તું" પર થી "તમે" અને "આપ" સુધી આપણે આવી ગયા,
લાગણીઓ ના સ્તર જોવો કેટલા નીચા આવી ગયા,
સંબંધો માં આવે છે ઓટ એ પણ ક્યાં કોઈ ને ગમે છે,
મુક્યા હતા અલ્પવિરામ પછી પૂર્ણવિરામ કેમ આવી ગયા.
"આપ "કહેવુ એ પણ માન આપવાની રીત હતી,
ગેરસમજ આ ઘોડાપુર બંને વચ્ચે કેમ આવી ગયાં,
લાગણી ની કદર કરવાં માં બંને એ ઉણપ રાખી નથી,
તો મતલબી દુનિયાની વાતો માં કેમ આપણે આવી ગયાં,
ચાલ ને બેઢંગી દુનિયાની ફીકર નેવે મૂકી એક થઇ જઈએ,
"નિયતિ" કહે.. લાગણી ના ધોધ માં "તું" કે "તમે" કેમ આવી ગયા.
#નિયતિ