દિલ પૂછે છે મારું
અરે કોરોના તું આ શું કરે છે ❓
ના વ્યવહાર સચવાય છે
ના તહેવાર સચવાય છે ❗️
રામ નવમી હોય કે હનુમાન જયંતી
બધુ ઘર માં જ ઉજવાય છે ❗️
આ બધું તો ઠીક હતું પણ
હદ તો ત્યાં થાય છે
છીંક આવે કે ઉધરસ
એ પણ ખાનગીમાં ખવાય છે ❗️
દિલ પૂછે છે મારું અરે કોરોના તું આ શું કરે છે ❓
પાંચ આંકડાના પગાર છે પણ
કરિયાણા સિવાય પાંચ રૂપિયા પણ ક્યાં વપરાય છે ❓
મિત્રો સાથે ગપાટા મારવા બે કલાક જતા પણ હવે બે મિનીટ પણ ક્યાં જવાય છે ❓
ફોનબુક ભરી છે વેપારીઓથી પણ કોઈનાથી વેપાર ક્યાં થાય છે ❓
હવે તો લગ્ન મરણ પ્રસંગ પણ
વીસ વ્યક્તિમાં સમેટાય છે ❗️
દિલ પૂછે છે મારું
એ કોરોના તું આ શું કરે છે ❓
કોઈને ખબર નથી આ કોરોના શું કરશે
ડરેલા છે બધા છતાં ડોકિયા કરવા બધા બહાર જાય છે ❗️
કોઈને સામે નોકરી તો
કોઈને ઉઘરાણી દેખાય છે ❗️
તમે જ કહો મિત્રો શું આ રીતે કોરોના ને હરાવાય છે ❓
દિલ પૂછે છે મારું એ કોરોના તું આ શું કરે છે❓
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર બદલાય છે
આવનારી પેઢી પૂછશે lockdown કોને કહેવાય છે ❓
એકવાર તો કોરોના પેશન્ટને સાંભળો
બાકી મન તો કાયમ મુંજાય છે ❗️
ચાલો જલદી નિર્ણય લઇએ ઘરમાં રહેવાનું
મને હજુ સમય બાકી દેખાય છે ❗️
દિલ મારુ પૂછે છે અરે કોરોના તું શું કરે છે❓