Gujarati Quote in Questions by Nimika

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ કરી રીઝવું મનને?
તું છે છતાં પણ નથી.
એ સત્ય કેમ કરી સમજાવું દિલને?

વિયોગનું રણ વિસ્તર્યું છે હૃદયમાં,
મિલનના મૃગજળ પાછળ દોડી રહી છે નજર,
આ આભાસ છે એ કેમ કરી સમજાવું દિલને?

પ્રેમની નાવ અટવાઈ છે મધદરિયે,
પણ સુકાની ખોવાયો છે તોફાનમાં,
નાવ કિનારે પહોંચશે કે એ કેમ કરી સમજાવું દિલને?

એક આકૃતિ છે આંખમાં કંડારેલી,
જેને દુનિયાથી છે છુપાવેલી,
આકૃતિ છે અમૂર્ત એ કેમ કરી સમજાવું દિલને?

નિમિકા.


#આકૃત્તિ

Gujarati Questions by Nimika : 111415194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now